ફેસબુક માં પણ અનામત (આરક્ષણ ) હોત તો ...

આ તો સારું છે કે ફેસબુક માર્ક ઝુકાર્બર્ગે બનાવ્યું અને એ પણ ભારત ની બહાર , બાકી જો ઝુકાર્બર્ગીયા પેલા આપણા માયાવતી ફાવી ગ્યા હોત તો ફેસબુક માં પણ અનામત હોત. કલ્પના તો કરી જોવો કેવી રીતે ફેસબુક માં રિઝર્વેશન લાગુ પડત અને એના લાભ આરક્ષીતો ને કેમ મળત ..!!!!

  • પેલા તો ફ્રેન્ડ લીસ્ટ થી સ્ટાર્ટ થાત . બધા નાં ફ્રેન્ડ લીસ્ટ માં ૫૧ % અનામત ફ્રેન્ડ્સ હોવા જ જોઈ બાકી ત્યાં સુધી નવા ફ્રેન્ડ્સ એડ નાં કરી શકાય .  
  • પછી  ફોટા માં પણ,  જેટલા લોકો ટેગ થાય એમાં ફરજીયાત કોઈ અનામત ફ્રેન્ડ હોવો જ જોઈ . 
  • તમે જેટલા સ્ટેટસ માં લાઈક અને કમેન્ટ કરો એમાં ન ૫૧ % અનામત વાળા નાં હોવા જોઈ બાકી તમે આગળ બીજા સ્ટેટસ માં કઈ નાં કરી શકો.
  • પછી તો આપણા માયાવતી એ બનાવ્યું હોઈ તો ફ્રી નાં જ હોઈ એમાં પણ ફી હોત ...
    1. જનરલ કેટેગરી નાં મેઈલ મેમ્બર્સ ને ૧૦૦૦ રૂ વાર્ષિક 
    2. જનરલ કેટેગરી નાં ફીમેઇલ મેમ્બર્સ ને ૮૦૦ રૂ વાર્ષિક 
    3. ઓબીસી ભાઈઓ તથા બહેનો ને ૩૦૦ રૂ વાર્ષિક 
    4. એસ.સી/એસ.ટી કેટગરી  નાં મેમ્બર્સ ને બિલકુલ ફ્રી .
    5. સરક્ષણ દળો નાં સંતાનો માટે ૧૦૦ રૂ વાર્ષિક
  • હા  ભારત સરકાર નાં નિયમ પ્રમાણે પછી એમાં વી.આઈ.પી , વી .વી .આઈ .પી (આવી કેટેગરીઓ પણ પોતાના લાભ માટે જ હોઈ છે ) જેવા એકાઉન્ટ પણ ઉપલબ્ધ હોઈ જે નેતાઓ , મોટા સેલીબ્રેટીઓ અને લાગવાગીયાઓ ને જ વાપરવા મળે .આવા  એકાઉન્ટ તદન ફ્રી હોઈ , સાથે સાથે વાપરવા માટે ફેસબુક એપ્સ વિથ ઈન્ટરનેટ મોબાઈલ ફોન પણ ફ્રી માં મળે .

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.