લાંબી લાઈનો અને ટૂંકી જીંદગી !!

આમ તો લાઈન શબ્દ અંગ્રેજી છે પણ ગુજરાતી માં હરોળ કહી શકાય . આપણી ગુજરાતી ભાષા એટલી સમૃદ્ધ છે કે લાઈન ના ઘણા બધા અર્થ નીકળે જેમ કે ' લાઈન મારવી' , 'લાઈન આપવી ', 'લાઈન માં ઉભા રહેવું ' વગેરે ... પણ અહી આપણે લાઈન માં ઉભા રહેવું એ વિશે જ થોડી વાતો કરવાના .

જે લોકો ૧૯૯૦-૯૨ માં જન્મ્યા છે એ લોકો આ લાઈનો થી ટેવાય ગ્યા હશે . આ એક એવી પેઢી છે કે જેને બધી જગ્યા એ 'કોમ્પીટીશન' જ જોઈ છે . જનમ્યા ત્યારે તો ખબર નઈ કે લાંબી લાઈન માં ઉભા રહ્યા પછી વારો આવ્યો હતો કે ડાઈરેક્ટ પાસ એન્ટ્રી હતી. પણ પછી  થી આ લાઈનો ની મગજ મારી શરુ થઇ. જો કે  હું ગામડા માં જન્મ્યો એટલે મારે શરૂઆત માં તો બોવ પ્રોબ્લેમ નોતા પણ જે લોકો મોટા શહેરો માં જન્મ્યા હશે તેઓને તો નર્સરી(એલા આપણું બાલમંદિર) માં એડમિશન લેવા ટાઈમે જ લાંબી લાઈનો માં ઉભું રેવું પડ્યું હશે !! પ્રાથમિક ( હા ભાઈ પ્રાઈમરી) માં અમે ક્લાસ માં ૨૦ જણા હતા તો પણ અમારા બેન( =મેડમ) અમને લાઈન માં ઉભા રખાવતા ત્યારે થતું કે આ શું ખોટો ટાઈમ બગાડે છે પણ અમારા બેન ને અમારા ભવિષ્ય નો અણસાર કદાચ પેલે થી જ આવી ગયો હશે. 

ત્યારે તો બોવ વાંધો ન હતો પણ પછી હાર્ડ લાઈફ સ્ટાર્ટ થઇ ૧૦ માં ધોરણ ની બોર્ડ એક્ઝામ માં!! દર વખતે પરિક્ષાર્થિઓ ની સંખ્યા માં 'એક્ષ્પોનેન્સિઅલી' ( ગણિત હા હા હા !!!) વધારો જોવા મળતો હતો . પેલા એમ હતું કે ૯૨-૯૩% આવી ગ્યા તો બોર્ડ માં નંબર આવી જશે પણ અહી ૯૪-૯૫ % વાળા પણ જીલ્લા માં નંબર મતે રડતા હતા . તમને લાગશે કે આમાં લાઈન ક્યાંથી આવી ?? આ એક અદ્રશ્ય લાઈન છે જેનો ઉલ્લેખ આગળ આવશે શાંતિ રાખો .

પછી બારમું ધોરણ પૂરું થયું  અને હવે તો એડમિશન કાઈદેસર ની લાઈનો હતી . એન્જિનીયરીગ વાળાઓ તો રડવા લાગશે યાર હું એક વર્ષ આગળ હોત તો મને ૮૩% એ ઓછામાંઓછી  બિરલા( એન્જીનીયરીંગ કોલેજ ) તો મળી જ જાત . કોલેજો માં સીટો વધી ગઈ . ડાઈરેક્ટ ૬૦ સીટો માંથી ૧૨૦ . આના કારણે કોલેજો માં ટ્રાફિક વધવા લાગ્યો . જે કોલેજો ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે બનાવાય હતી એમાં ૨૫૦૦ ભણવા લાગ્યા .

કોલેજે જવા માં બસ સ્ટેન્ડ પર રોજ ની લાઈનો , રિક્ષા ની રાહ જોતા હોઈ તો પણ એક રિક્ષા માટે ૧૫ જણા ઉભા હોઈ. અરે બાઈક લઇ ને જાવ તો પણ પાર્કિંગ માટે  લાઈન ( હદ છે યાર !!) .કોલેજ માં પણ કેન્ટીન માં લાઈનો અડધા કલાક નાં બ્રેક માં નાસ્તા માટે વારો પણ નાં આવે ઘણી વાર તો. પાણી નાં સ્ટેન્ડ થી માંડી ને મુતરડીઓ બધે જ લાઈન માં ઉભું રેવાનું .  અરે આંખો માં અશ્રુ તો ત્યારે આવી જાય  જયારે  છોકરી પટાવવા માં પણ લાંબી લાઈન દેખાય !


બહાર પણ ફિલ્મ ની ટીકીટો માટે લાંબી લાઈનો,પોસ્ટ ઓફીસ માં લાઈનો , બેંક માં તો લાઈન માં ઉભા ઉભા જ રીસેસ પડી જાય , અડધા કલાક પછી આવજો !! અરે રેસ્ટોરન્ટ થી માંડી ને બરફ ના ગોલાં ની રેકડીઓ સુધી બધે જ લાઆઆઆમ્બી લાઈનો માં ઉભા રેવાનું કમ્પલસરી ( હવે બાકી ની રોજ બરોજ ની લાઈનો તમે યાદ કરી લેજો ). પછી જયારે વારો આવે ત્યારે એવું લાગે એક ધમાસાણ યુદ્ધ પછી વિજય થયો હોઈ.  લાઈસેન્સ, મતદાન મથક , તત્કાલ ટીકીટો વગેરે લાઈનો નો ઉલ્લેખ કરી તમને રડાવા નથી યાર !!
RTO


કોલેજ પૂરી થાય એટલે આવે જોબ . સરકારી માં નોકરીઓ પણ મળે એ તો અમારી પેઢી ભૂલી જ ગઈ છે . કોલેજો તો પેલા ૧૦૦૦ માંથી ૧૦૦-૨૦૦  નું માંડ પ્લેસમેન્ટ કરાવતી એમાં પણ હવે ૨૫૦૦ થયા , નો હોપ ફ્રોમ કોલેજ!! (હૌઉં ઇંગ્લીશ હો ). જયારે ઓફકેમ્પસ બોવ ટ્રાય કર્યા પછી કંપની નો કોલ આવે કે તમે ઇન્ટરવ્યું માટે સેલેક્ટ થયા છો ત્યારે કોન્ફીડન્સ આસમાન ને આંબી જાય . પણ પણ પણ જેવા ઇન્ટરવ્યું માટે જઈએ અને આપણા જેવા ૧૦૦ જણા ને લાઈન માં બેઠેલા જોઈએ ત્યારે ડાઈરેક્ટ ડાઉન ટુ અર્થ સોરી ડાઉન ટુ પાતાળ .

જોઈએ હવે આગળ જતા ક્યાં ક્યાં લાઈનો માં ઉભું રેવાનું છે એ તો ખબર નથીપણ એટલું તો સ્યોર છે કે આ ટુંકી જીંદગી અને લાંબી લાઈનો ની આંટી-ઘુટી માં મોજ કરતા રેવાનું છે , 'લાઈન માં રો , લાઈન માં રો ' નાં ડબલ મીનીંગ સાથે લાઈન માં ટાઈમપાસ કરતો રેવાનો છે અને એ ને તારે મોજ કરતા રેવાનું છે .

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.