વીર લેપટોપ ગાથા !!



એક દિવસ અમારા "લેપટોપ બાપુ " ટેબલ પર થી પડી ગયા . પણ પડતા વેત જ ડાઈરેક્ટ ઉભા થઇ ધૂળ ખંખેરી ચાલવા માંડ્યા . મતલબ કે રીસ્ટાર્ટ થઇ ને પાછુ જેમ હતું એમ ચાલવા માંડ્યું. રાતે શટડાઉન કરી ને સુઈ ગયો. માણસ ને જેમ મુંઢમાર  લાગે અનેદુખાવો સવારે થાઈ  એમ લેપટોપ નો દુખાવો પણ સવારે દેખાણો. સવારે " હાર્ડ ડિસ્ક રીડ નથી થતી કે મળતી નથી " એવી એરર સાથે ચાલુ થવા ની જ નાં પડી દીધી. થોડી વાર રીસ્ટાર્ટ કરી ટ્રાઈ કરી પણ બધું વ્યર્થ. બેક ધૂંબા પણ મારી જોયા કદાચ પાંસળીઓ સરખી થઇ જાય ... પણ એ નાં જ ચાલ્યું.

પછી ગુગલ મહાદેવ નાં શરણે ગયા , બીજા નાં લેપટોપ થી ઘણું સર્ચ કર્યું પણ લેપટોપ ની તબિયત માં કઈ ફેર નાં પડ્યો. પછી ફેસબુક માં પ્રોબ્લેમ પોસ્ટ કર્યો, કોઈ ઈન્ટેલીજેન્ટ ને કદાચ ખબર હોઈ !! મોટા ભાગનાં નું એવું માનવું હતું કે "નવી હાર્ડડિસ્ક લેવી પડશે" મતલબ ઓછા માં ઓછો પાંચ હઝાર નો ધુંબો.એક ભાઈ તો તેની પાસે પડેલી બે ત્રણ અઠવાડિયા વાપરેલી હાર્ડ ડિસ્ક " સસ્તા ભાવે " વેચવા  પણ તૈયાર થઇ ગયા .(માર્કેટ અપોર્ચ્યુંનીટી).

અત્યારે લેપટોપની બોવ જ જરૂર , લેપટોપ વગર ચાલે એમ નોતું. બધા નાં કેવા પ્રમાણે જલ્દી થી આજુબાજુ માં ક્યાંક દવાખાનું ગોતી ને રીપેર કરાવી આવો. એક તો અહી બેંગલોર થી પણ ૧૫ કિમી દુર દવાખાનું ક્યાં ગોતવું  અને ઉપર થી ડર કે એ લોકો નવી હાર્ડડિસ્ક નાખવાનું જ કહેશે ( એ શું કામ રીપેર કરવાની મહેનત કરે !! )  અને પાછી મને થોડી હવા કે આપને કમ્યુટર એન્જીનીયર ને ટ્રાય કરતા તો આવડવું જ જોઈએ (ભલે ને આપનું સ્પેસ્યેલાઈઝેસન હાર્ડવેર નું નો હોઈ ) . અને બાપદાદા ના સંસ્કારો કે એક વાર તો આપને ટ્રાઈ કરી જ લેવી !! 

થોડા દિવસ માટે લેપટોપ ને બાજુ માં મૂકી દીધું. વિચાર્યું કે ટાઈમ મળશે ત્યારે કૈક કરશું. કોલેજ માંથી એક જુનું લેપટોપ વાપરવા લઇ આવ્યો. એક દિવસ વાત વાતમાં ખબર પડી કે પેનડ્રાઈવ થી લેપટોપ ચાલુ થઇ શકે અને ડેટા પાછો મળી શકે . લઇ આવ્યો ફ્રેન્ડ પાસે થી પેનડ્રાઈવ, અને કર્યું સ્ટાર્ટ . ચાલ્યું તો ખરા પણ હાર્ડ ડિસ્ક જ  નોતું બતાવતું . પછી જય માતાજી કરી ને , ૧૫-૨૦ સ્ક્રુ ખોલી હાર્ડ ડિસ્ક જ કાઢી જોઈ , અને પછી લગાવી , ટ્રાઈ કર્યું ..ચાલ્યું ....ડેટા મળી ગયો . પછી ફોરમેટ મારવા માં કઈ ડર ના હતો . ફોરમેટ ચાલુ કર્યું પણ નાં ચાલ્યું " હાર્ડ ડિસ્ક ડેમેજ છે એવું બતાવે" , આખરે આખી હાર્ડ ડિસ્ક અલગ અલગ રીતે ફોરમેટ મારી જોઈ અને અંતે ચાલી ગયું . અત્યારે મસ્ત ચાલે છે, ખાઈ પી ને મોજ કરે છે !!    

"કોઈ પ્રોબ્લેમ ને પહેલા તમારી રીતે જોવા ની ટ્રાઈ કરો , થોડો સમય આપો અને પછી પણ સોલ્યુશન નો મળે તો બીજા ની સલાહ કે સર્વિસ  લ્યો "

તમને આ આર્ટીકલ પણ ગમશે : લાંબી લાઈનો અને ટૂંકી જીંદગી .

<સત્ય ઘટના >


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.